Hasmukh Patel Profile Banner
Hasmukh Patel Profile
Hasmukh Patel

@Hasmukhpatelips

522,259
Followers
17
Following
365
Media
3,391
Statuses

IPS officer, DGP, Standing for Change and Honesty, Parenting for peace movement, views are strictly personal, Likes, RTs are not endorsements

Gandhinagar, India
Joined May 2017
Don't wanna be here? Send us removal request.
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
ઓએમઆર અપલોડિંગ તથા આન્સર કીનું કામ પૂર્ણ થયેલ હોય હવે હું સુઈ જાવ છું સહુનો ખુબ ખુબ આભાર.
600
906
11K
@Hasmukhpatelips
Hasmukh Patel
1 year
મેં પંચાયત પસંદગી મંડળ નો ચાર્જ સંભાળી લીધો છે. જુનિયર ક્લાર્કની રદ થયેલી પરીક્ષા એપ્રિલ માસમાં લેવામાં આવશે.
1K
1K
11K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોક રક્ષક ભરતીની લેખિત પરીક્ષાની સફળ કામગીરી માટે ઘણા બધા લોકોએ ફોન અને મેસેજથી પોતાની લાગણીઓ વરસાવી છે. સૌને વ્યક્તિગત રીતે જવાબ આપી શકતો નથી તે માટે દિલગીર છું. પ્રમાણિકતા તથા ખરા દિલથી કરેલા પ્રયત્નોને બિરદાવવાનો આપ સૌનો અભિગમ મારા પ્રયત્નોને બળ આપે છે.સૌનો ખૂબ ખૂબ આભાર.
809
888
10K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષકની લેખિત પરીક્ષા 10 એપ્રિલ રવિવારના રોજ લેવામાં આવશે. #LRDS #LRD_ ભરતી #LRD
385
871
9K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
મારા ઘરમાં હું આર ઓ પ્લાન્ટનો ઉપયોગ કરતો નથી કારણકે હું ઇચ્છું છું કે જાહેર સેવક તરીકે હું કોઈપણ વ્યક્તિના ઘરનું પાણી પી શકું. મારે મારા શરીરને એટલું નબળું નથી બનાવવું જેથી કોઈ ગરીબ માણસના ઘરનું પાણી પી ના શકુ.
484
625
9K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
પીએસઆઇ અને લોકરક્ષક ભરતી બોર્ડ ઓફિસ ટીમના અધિકારીઓ ને કર્મચારીઓએ છેલ્લા સાત મહિનાથી રજા કે રાત દિવસ જોયા વિના સતત મહેનત કરી છે. ગઈકાલે બંને ટીમના પી.એસ.આઇ પહેલીવાર રજા પર ગયા છે તેમના અથાગ પ્રયત્નો વિના ભરતીનું કામ આટલે પહોંચ્યું ન હોત તેમના માટે દિલમાં ખૂબ કૃતજ્ઞતાનો ભાવ થાય છે
197
536
8K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
પરીક્ષા નજીક આવે તેમ વાંચવાનું ના ગમે તેવું બને ખાસ કરીને જેઓએ લાંબા સમયથી સારી મહેનત કરી હોય તેમને વાંચવાનો કે પુનરાવર્તનનો કંટાળો આવે. આવા સમયે વિષય બદલવા પુસ્તકો બદલવા પ્રશ્નપત્રો કરવા મિત્રો સાથે ગ્રુપમાં વાંચવું સામસામે ચર્ચા કરવી વિગેરે કરવાથી સમયનો મહત્તમ લાભ ઉઠાવી શકાશે
263
460
8K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષક લેખિત પરીક્ષામાં 97.5 ટકા ઉમેદવારોએ ભાગ લીધો. આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો હોય તેવી ભાગ્યે જ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં આટલા પ્રમાણમાં હાજરી જોવા મળે. આટલો પરિશ્રમ અને પ્રતિબદ્ધતા વાળા ઉમેદવારો આ પરીક્ષામાં સફળ થાય કે ન થાય જીવનમાં ચોક્કસ સફળ થશે. જરા પણ નિરાશ થશો નહીં.
282
568
8K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
મેં સિવિલ સર્વિસ પરીક્ષાના ચાર પ્રયાસોમાંથી ત્રણ વખત મેઇન પરીક્ષા પાસ કરેલ છે. પહેલા પ્રયાસ વખતે પરીક્ષાના 25 દિવસ પહેલા મને એવું લાગ્યું કે આટલા ટૂંકા સમયમાંતૈયારી ન થાય અને મેં પ્રયત્ન ન કર્યો અને માત્ર ૧૦ ગુણથી હું પરીક્ષામાં રહી ગયો. ક્યારેય પ્રયત્ન ન છોડવો.
196
485
8K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
ઘણાં જ્ઞાતિ સમાજોએ પોતાની જ્ઞાતિના પોલીસ ભરતીના ઉમેદવારો માટે રહેવાની વ્યવસ્થા કરેલ છે. જ્ઞાતિના ભેદભાવ વિના આપણે જ્યારે આવી વ્યવસ્થા કરીશું ત્યારે આ ઉમેદવારોને પોલીસ બની જ્ઞાતિ ધર્મ આદિથી પર રહી તટસ્થતાથી કામ કરવાનો મજબૂત સંદેશો આપીશું. ચાલો વિચારીએ, ચાલો કરીએ. #LRD_ ભરતી
447
862
8K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
પરમ દિવસની મારી ટવીટને પગલે ઉમેદવારે ભરતી બોર્ડનો સંપર્ક કર્યો અને આજે ગાંધીનગર એસીબી પોલીસે ભરતી માટે પૈસા પડાવનાર આરોપીને પકડી પાડી ગુનો નોંધ્યો. ઉમેદવારની હિંમત અને પ્રમાણિકતાને તથા એસીબીની ત્વરિત કામગીરીને હું બિરદાવું છું ચાલો સાથે મળી ભરતી માં ગરબડ કરનારને પકડી પાડીએ #lrds
203
562
8K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષકની લેખિત પરીક્ષામાં ૪૦થી વધુ ગુણ આવ્યા હશે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે તેવી મારા નામે ખોટી ટ્વીટ કરી ઉમેદવારોને ગુમરાહ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવેલ છે. કાર્યવાહી માટે સાયબર સેલ અમદાવાદનો ખુબ ખુબ આભાર.
253
626
7K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષકની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. બે ચોરીની ઘટના સિવાય કોઈ ઘટના હજુ સુધી રીપોર્ટ થયેલ નથી.
344
561
7K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
ધન્ય છે એ યુવાઓને જે ગલીઓમાં, ખેતરોમાં ધૂળઢેફાઓમાં, પહાડીઓમાં દોડીને પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે. તેઓ ભરતીમાં સફળ થાય કે ન થાય પણ મને પાકી ખાતરી છે કે તેઓ જીવનમાં હંમેશા અગ્રેસર રહેશે.
273
554
7K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
ઉમેદવારોને પરીક્ષા આપવા દૂર જવું ન પડે તે માટે ઘણો વિચાર કરેલો પરંતુ ગેરરીતિ ટાળવા માટે જે પણ થઈ શકે તે કરવાની બોર્ડની પ્રાથમિકતા છે તેને ધ્યાનમાં રાખીને મોટા શહેરોમાં કેન્દ્ર રાખવાની ફરજ પડી છે.
361
439
7K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
હજુ પણ કેટલાંક લોકોના મનમાં શંકા છે કે સેટીંગ તો નહીં થાય ને. કેટલાકને લાલચ હોય કે સેટિંગ થાય તો કરી લઈએ. સમાજમાં આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો હોય તો પૈસા પડાવનાર લોકો તેનો લાભ લેવાના જ. લાલચ અને શંકા છોડી આવા તત્વોને ખુલ્લા પાડી પ્રમાણિકતાથી ભરતી કરવા સહિયારો પ્રયત્ન કરીએ.
294
650
7K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
વન રક્ષક પરીક્ષામાં ઉનાવા તથા ભાવનગર એમ બે કેન્દ્રો ખાતે થયેલ ગેરરીતીની ઘટનાને ધ્યાનમાં લેતા લોકરક્ષક ભરતીના કોલ લેટર હવે 1 એપ્રિલ ને બદલે 3 એપ્રિલે બહાર પાડવામાં આવશે. બીજા કેટલાક પગલા લેવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. #LRD_ ભરતી #LRDS
296
508
7K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
મનમાં સેટિંગની શંકા કાઢી નાખી તૈયારીમાં ધ્યાન આપો. #LRD_ ભરતી #LRDS
218
457
7K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
વન રક્ષકની પરીક્ષા આપતા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર આપના હાથે વનોનું સાચું રક્ષણ કરાવે તેવી પ્રાર્થના.
256
334
7K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
પરીક્ષાની તૈયારીમાં એક દિવસ બરાબર વંચાય નહીં તો તેની ચિંતામાં બીજા બે દિવસ બગાડવાને બદલે ફરી કામે લાગી જવું.
121
342
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
દલિત પીડિત અને વંચિતો માટેના સંઘર્ષ માં પોતાનું જીવન સમર્પિત કરનાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જન્મદિને શત શત વંદન.
249
482
7K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષકની લેખિત પરીક્ષાના બે પ્રશ્નો રદ થતાં હવે દરેક સાચા પ્રશ્નના 1.02 ગુણ મળશે.
2K
605
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
શારીરિક કસોટી ડિસેમ્બર 1 થી 10 તારીખ માં શરૂ થશે, બે મહિના ચાલશે. શારીરિક કસોટી પૂર્ણ થતા એક માસમાં લેખિત કસોટી લેવાનું આયોજન છે. ઉમેદવારો અત્યારથી લેખિત પરીક્ષાની પણ તૈયારી કરતા રહે. #LRD_ ભરતી
295
593
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
પરીક્ષામાં સફળ થવા માટે તૈયારી જેટલું જ આત્મવિશ્વાસનું મહત્વ છે.
131
359
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
ભરતીમાં સફળ થવા માટે યુક્તિ પ્રયુક્તિ કરવાને બદલે મહેનત પર ધ્યાન આપો. ભરતીમાં પસંદગી થાય કે ન થાય જીવન બદલાઈ જશે. આવા લોકો પોતાની એવી ઓળખ ઊભી કરશે જે તેમને જીવનમાં હંમેશા સફળ બનાવશે.
249
461
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
मैं विफलता के बारे में बात कर सकता हूं क्योंकि मुझे उसका अनुभव है, मैंने सिविल सर्विस परीक्षा चौथे प्रयास में पास की है। हर परीक्षा के बाद दुगने जोश के साथ फिर से पढ़ना शुरू कर देते थे।
147
457
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
11 months
આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આદિકૃત જાહેરાતની રાહ જુએ. આમ પણ ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે. પૂર્વ તૈયારી રૂપે એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તકો વાંચતા રહે. ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી.
301
658
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષક લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી તારીખ ૨૮ એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે.
233
476
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
તારીખ 10 એપ્રિલના રોજ લેવાનાર લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાની વ્યવસ્થા અંગે આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારીઓ સાથે મિટિંગ કરી. #LRD_ ભરતી #LRDS
174
385
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષક ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ પીએસઆઇની ભરતીનું લિસ્ટ બહાર પડે તે પછી બહાર પાડવાની બાબત વિચારણા હેઠળ છે જેથી લોકરક્ષક માં પસંદગી પામેલા ઉમેદવારો પીએસઆઇમાં પસંદ થતાં છોડી જવાને કારણે લોકરક્ષકની જગ્યા ખાલી ન રહે.
539
570
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટે હવે માત્ર પંદર દિવસ બાકી. આળસ હવે ના પોસાય. #LRD_ ભરતી #LRDS
141
333
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
જે ઉમેદવારોને શારીરિક કસોટીમાં ઓછા ગુણ છે તેઓ નિરાશ થયા વિના બમણા જોરથી મહેનત કરે. લેખિત કસોટીનો ગુણભાર શારીરિક કસોટી કરતાં ચાર ગણો છે. #LRDS
235
341
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
જો શારીરિક કસોટી સમય પત્રક મુજબ પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે. આ દિવસોમાં GPSC તથા ગૌણ સેવાની પરીક્ષા ના હોય તેવી તારીખ પસંદ કરવામાં આવશે. તે વખતની કોરોનાની સ્થિતિ પણ ધ્યાનમાં લેવામાં આવશે. #LRDS #LRDP
284
509
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
નિષ્ફળતાનો સ્વીકાર પ્રમાણિકતાનું મહત્વનું પાસું છે અને આગળ વધવાની ચાવી છે.
162
424
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
સેટિંગ માટે પૈસા આપી બેઠા હો તો ભ્રમમાં રહેતા નહીં, કોઈ તમને પાસ કરાવી નહીં શકે. તમે પાસ થશો તો પણ તમારી તાકાતથી અને મફતમાં કોઈ પૈસા લઈ જશે. માટે આગળ આવો અને ફરિયાદ કરો. હેલ્પલાઇન નંબર 9104654217 8401154217 7041454217 #lrd_ ભરતી #LRD
221
560
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
બારમા પછી મને મેડીકલમાં એડમીશન ન મળ્યું ત્યારે મને પણ ખૂબ નિરાશ થયેલી. હું ડોક્ટર થયો હોત તો મારે માટે આઇપીએસ નો દરવાજો ખુલ્લો ન હોત.
295
400
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
1 year
તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. સૌને અભિનંદન. સૌનો ખૂબ ખૂબ આભાર.
489
384
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
હું પહેલા દિવસથી ઉમેદવારોને ચેતવી રહ્યો હતો કે ભરતીમાં શારીરિક કે લેખિત કસોટીમાં ખોટી રીતે પાસ કરવાનો અવકાશ નથી માટે કોઈ લાલચ માં આવશો નહીં. છતાં પણ આ ઉમેદવારો લાલચમાં આવીને આમાં ફસાયા છે. ખુશીની વાત છે કે રાજકોટ શહેર પોલીસે ત્વરિત પગલા લઇ બે લોકોની ધરપક�� કરી છે.
126
516
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
ગૌણ સેવા પસંદગી મંડળ અને તેના અધ્યક્ષ શ્રી @AKRAKESHIAS1 જીને ગુજરાતની સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા #Binsachivalayexam સફળતાપૂર્વક લેવા માટે ખૂબ ખૂબ અભિનંદન. ઉમેદવારોને સારા પરિણામ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
123
413
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
તારીખ 3ના રવિવાર હોય ઉમેદવારોને કોઈ ટેક્નિકલ કારણોસર કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી ન પડે તે માટે હવે કોલ લેટર તારીખ 4 એપ્રિલના રોજ બહાર પાડવામાં આવશે. વન રક્ષકની પરીક્ષામાં ગેરરીતિના બે બનાવોને ધ્યાનમાં લઇને પણ કોલલેટર મોડા બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
216
339
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
जो युवा अभी संघर्ष कर रहे हैं वह इतना जाने कि अभी जो लोग सफल दिखते हैं वह लोगों ने भी एक दिन ऐसा ही संघर्ष किया था।
119
372
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
પોલીસ ભરતીની શારીરીક કસોટી માટે સૌ ઉમેદવારોને શુભેચ્છા. #LRD_ ભરતી
240
292
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
ભરતી બોર્ડના શુભેચ્છકોની કમી નથી તેઓ લેખિત પરીક્ષામાં કોઈ ગરબડ ન થાય તે અંગે સતત ચિંતા સેવતા રહ્યા અને યોગ્ય લાગે તે સૂચનો કર્યા સાથે સાથે અઢળક શુભેચ્છાઓ હૃદયથી વ્યક્ત કરતા રહ્યા તેમના સૂચનો જ નહીં તેમની દુઆએ પણ કામ કર્યું સમગ્ર બ્રહ્માંડ જાણે આપણીસૌની મદદે હતું સૌનો ખૂબ ખૂબ આભાર
181
325
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
પહેલી એપ્રિલે લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાના કોલલેટર બહાર પાડવામાં આવશે. થઈ જાવ તૈયાર. #LRD_ ભરતી #LRDS
192
357
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
સ્પર્ધાત્મક પરીક્ષાની જૂથમાં તૈયારી કરવાથી ઘણો ફાયદો થશે જૂથનો દરેક સભ્ય જુદા જુદા વિષય એક દિવસ વાંચે અને બીજા સભ્યો સાથે જૂથમાં બેસી સંભળાવે. આમ કરવાથી તેના માટે પુનરાવર્તન થશે અને બીજા સભ્યો સાંભળીને શીખશે. આ રીતે કરવાથી યાદ સારું રહેશે.
106
349
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
ગણ્યાગાંઠ્યા નઠારા લોકો જ ગેરરીતિ કરતા હોય છે પરંતુ તેમને ધ્યાનમાં રાખીને ભરતી બોર્ડ નિર્ણય કરવા પડે છે જેનાથી સીધાસાદા ઉમેદવારોને હેરાનગતિ થાય તે મને પીડા આપે છે પરંતુ ભરતી માં ગરબડ ન થાય તે સીધા સાદા ઉમેદવાર માટે સૌથી વધારે મહત્વનું છે.
176
359
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
આવતીકાલે GPSC વર્ગ-૧ ૨ની પરીક્ષા આપનાર ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છા. તેઓ સફળ થઈ ગુજરાતની સેવા કરે તેવી અભ્યર્થના.
136
234
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
આવતી કાલે પો.સ.ઇની લેખિત પરીક્ષા આપનાર ઉમેદવારો કઠિન શારીરિક કસોટીમાંથી પસાર થયા છે. આત્મવિશ્વાસ માટે આટલું જ પૂરતું છે. જબરદસ્ત આત્મવિશ્વાસ સાથે લેખિત પરીક્ષા આપી સફળ થાય તે માટે સૌને શુભેચ્છાઓ.
176
277
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
1 year
ઘણા ઉમેદવારો પરીક્ષા આપવા માટે નીકળી ગયા હશે અથવા નીકળતા હશે. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
286
308
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
પો.સ.ઇ અને લોકરક્ષકની શારીરિક કસોટી દિવાળી પછી નવેમ્બરમાં એક સાથે લેવાનું આયોજન છે. બંને માટે અરજી કરનાર ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની થશે.
405
786
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
માર્ચ મહિનામાં અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા ૨૮ માર્ચથી એસ.એસ.સી/ એચ.એસ.સી બોર્ડની પરીક્ષાઓ શરૂ થતી હોવાથી તથા ઉમેદવારોને પૂરતો સમય મળે તે હેતુથી લોકરક્ષકની લેખિત પરીક્ષા10 એપ્રિલના રોજ લેવાનો નિર્ણય કરવામાં આવેલ છે.
163
328
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
10 months
મને અને પરીક્ષિતાબેન રાઠોડને પોલીસ ભરતી બોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે. અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્ન કરીશું.
407
293
6K
@Hasmukhpatelips
Hasmukh Patel
1 year
તલાટીની પરીક્ષા માટે સંમતિપત્ર ભરવાનો સમય આજે પૂર્ણ થયો. કુલ 8,65,000 ઉમેદવારો સંમતિ પત્ર ભર્યા. જેણે પરીક્ષા આપવી છે તેમણે જ સંમતિ આપી. ગુજરાતના યુવાનોએ જવાબદારી પૂર્વકનું વર્તન કરી સૌ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. યુવાનોની પરિપકવતા અને સમજ માટે માન થાય છે.
323
372
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
આજે જ્યાં જરૂર ના હોય ત્યાં પણ લોકો પેવર બ્લોક લગાડવા નું પસંદ કરે છે. તેનાથી ઉનાળામાં આસપાસમાં ગરમી વધે છે, ચોમાસામાં વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી, સિમેન્ટના ઉત્પાદનમાં ધરતીનું ખનન તથા હવાનું પ્રદૂષણ. પેવર બ્લોકનો વપરાશ કરતા પહેલા વિચારવા જેવું ખરું.
304
523
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
કેટલાક ઉમેદવારો પરીક્ષામાં તેમના દેખાવથી નિરાશ થયા છે. હું પણ જીવનમાં ઘણી પરીક્ષામાં સફળ થયો નથી. નિરાશા સ્વાભાવિક છે પણ તે લાંબી ના ટકવી જોઈએ. નિરાશામાંથી બહાર નીકળી મહેનત કરનારાઓ માટે હંમેશા નવા દરવાજા ખુલતા હોય છે.
209
411
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
જેના ઘરમાં કે કારખાનામાં ૨૪ કલાકમાં નળમાં પાણી આવે છે તે લોકો એવું ન સમજે કે બધા લોકોને છૂટથી પાણી મળે છે. પાણીની અછતને લીધે તકલીફ વેઠી રહેલા પશુ પક્ષીઓ, ખેડૂતો, ગ્રામજનો અને આમ લોકોનો વિચાર કરીએ અને પાણી ખૂબ જ કાળજીથી વાપરીએ.
191
404
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર: શારીર���ક કસોટી પાસ કરનાર એટલે કે 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા 9.5 મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ- વજન- છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે
424
610
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
મહિના પહેલા બગીચામાં લોકો દોડતા જોવા મળતા હતા, આજે વાંચતા જોવા મળે છે. જે લોકોએ સ્પર્ધામાં ટકવું છે તેમણે વાંચવાનું પૂરજોશમાં શરૂ કરવું પડે. #LRDS
117
251
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષક ભરતીમાં શારીરિક કસોટીના 25 અને લેખિત કસોટીના 100 ગુણ છે. શારીરિક કસોટીમાં ગમે તેટલા ઓછા ગુણ હોય તોપણ લેખિત કસોટીમાં વધુ ગુણ લાવી ઉમેદવાર સફળ થઈ શકે છે. આવા ઉમેદવારો બમણા જોરથી પ્રયત્ન કરે. જીવનમાં ક્યારે પ્રયત્ન નહીં છોડવો. #LRDS #LRD #LRD_ ભરતી
135
313
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
આત્મવિશ્વાસ ડગે ત્યારે પોતાના સબળ પાસાઓનો વિચાર કરવો. #LRDS
186
295
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષામાં ઉમેદવારો સાદી કાંટા વાળી ઘડીયાળ પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે. ડિજિટલ કે સ્માર્ટ વોચની છૂટ નથી. #LRD_ ભરતી #LRDS
148
311
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
શારીરિક કસોટી પાછળ લઈ જવાની વાત છોડો, જે સમય છે તેનો સદુપયોગ કરી સરસ તૈયારી કરો. #lrd_ ભરતી
243
343
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષાના ૨૨ દિવસ બાકી છે. આવતી કાલે પરીક્ષા હોય તેટલી તીવ્રતાથી મહેનત કરવાનો સમય આવી ગયો છે. #LRD_ ભરતી #LRDS
96
280
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
એક મહિનાની રજા પરથી હું છઠ્ઠી જૂને હાજર થયેલ છું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નું લિસ્ટ તૈયાર કરવા માટે જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. જૂનના અંત સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે.
425
441
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
તમામ આઠ મેદાનો ઉપર પોલીસ ભરતીની શારીરિક કસોટી સરસ રીતે ચાલી રહેલ છે કેટલાક મેદાન ઉપર દોડ પૂરી થઈ ગયેલ છે. #LRD_ ભરતી
200
238
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
જાણે આપણે કોરોનામુક્ત થઈ ગયા હોઈએ તેમ કાર્યક્રમોમાં લોકો મારા જેવાને માસ્ક દૂર કરવા સૂચન કરે છે. ગયા માર્ચમાં આપણું આવું જ વલણ હતું અને એપ્રિલમાં શું થયું તે આપણે જાણીએ છીએ. ખુદ માસ્ક પહેરીએ અને બીજાને માસ્ક પહેરવા કહીએ. #OmicronVariant
185
364
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
પરીક્ષામાં સફળ થવા માટે પરીક્ષાના નજીકના દિવસોમાં તથા પરીક્ષા દરમિયાન આત્મવિશ્વાસ અને સફળ થવાની શ્રદ્ધા ખૂબ મહત્વના છે. આ માટે સ્વ સૂચનો - પોતાની જાતને કહેવું હું સફળ થઈશ જ તથા મીરર એક્સરસાઇઝ -અરીસામાં પોતાના ચહેરા સામે જોઈ તેમ કહેવું કે હું સફળ થઈશ - જ ખૂબ ઉપયોગી નીવડે છે.
96
295
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
10 એપ્રિલ બહુ દૂર નથી. #LRD_ ભરતી
189
296
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષક ભરતીમાં જગ્યાના આઠ ગણા ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાના જુના નિયમ મુજબ 85000 ઉમેદવારોની પરીક્ષા લેવાની થાત. નવા નિયમ મુજબ લગભગ 305000 ઉમેદવારો પરીક્ષા આપશે. 220000 વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવાની તક મળશે.
110
399
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષક શારીરિક કસોટીમાં 85000 જેટલા મહિલા તથા 220000 જેટલા પુરુષ ઉમેદવારો પાસ થયેલ છે. આમ 305000 જેટલા ઉમેદવારો સફળ થયા અને 393000 જેટલા ઉમેદવારો શારીરિક કસોટીમાં અસફળ રહ્યા. #LRD_ ભરતી #LRD
109
356
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષકની લેખિત પરીક્ષાની આન્સર કી અંગે કુલ ૧૨૬૯ વાંધા આવેલ છે. જેનો અભ્યાસ કરી ફાઈનલ આન્સર-કી મુકવામાં આવશે. વાંધા સ્વીકારવાનો સમય આજે સવારે 9 વાગ્યે પૂર્ણ થયેલ છે.
259
369
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
ગાંધીનગર પોલીસ મેદાન પર સવારે ૫:૪૫ વાગે ૫૦૦થી વધારે યુવાનો પોલીસ ભરતી માટેની દોડની પ���રેક્ટિસ પૂરી કરે છે. અન્ય પોલીસ એકમો તથા સમાજના અન્ય લોકો જેમની પાસે મેદાન હોય તેઓ શક્ય હોય તો યુવાનોને પ્રેક્ટિસ માટે મેદાન આપે તેવી મારી અપીલ.
170
434
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
લોકરક્ષક ભરતીની જાહેરાતમાં વિલંબ થતાં હવે શારીરિક કસોટી ડિસેમ્બરની ૧ થી ૧૦ તારીખની વચ્ચે શરૂ થવાની સંભાવના છે.
447
566
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
રાજકોટમાં એક ઉમેદવાર દારૂ પીને આવેલ હોય પરીક્ષા શરૂ થતાં પૂર્વે જ તેની ધરપકડ કરવામાં આવેલ છે
230
329
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે પરંતુ તે માટે બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવામાં આવે ત્યારે તેનો વિકાસ રૂંધાય છે એટલું જ નહીં આપણે આપણી સંસ્કૃતિ ખોવાની દિશામાં આગળ વધીએ છીએ.
208
436
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર બિન સચિવાલય સંવર્ગની પરીક્ષાના ઉમેદવારોને ખુબ ખુબ શુભેચ્છાઓ. પરીક્ષામાં સફળ થઈ તમે ગુજરાતના લોકોની સેવા કરી શકો તેવી ઈશ્વરને પ્રાર્થના પ્રાર્થના.
87
279
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
''ए मेरे वतन के लोगों'' गाने वाली उस आत्मा को प्रणाम। लता जी आपका स्वर और समज़ सदियों तक सबको प्रेरित करते रहेंगे।
56
230
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષકની લેખિત પરીક્ષાનું પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે. પરીક્ષા ફેબ્રુઆરીના અંત ભાગમાં અથવા માર્ચની શરૂઆતમાં લેવાની સંભાવના છે. તારીખ નક્કી કરી અગાઉથી જણાવવામાં આવશે. #LRD #LRD_ ભરતી #LRDS #LRD_WAITING
239
438
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
પો.સ.ઇ ભરતીના ઉમેદવારોને લેખિત પરીક્ષ ની છેલ્લા દિવસોની તૈયારી માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.
169
241
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
કેટલાક માબાપ દીકરીઓને પોલીસ ભરતીમાં ભાગ લેવાની છૂટ આપતા નથી. મા-બાપને મારે કહેવું છે કે તમારી દીકરી આ ભરતીમાં ભાગ લઇ પસંદ થશે તો લોકોને ઉપયોગી થશે, બીજી દીકરીઓ માટે ઉદાહરણરૂપ થશે. પાસ નહીં થાય તો પણ તેનો આત્મવિશ્વાસ ઘણો વધશે.પાસ થયા પછી નોકરી બદલવી હશે તો તે પણ કરી શકશે.
190
464
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
1 year
પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લા વહીવટી તંત્રનો ખુબ ખુબ આભાર. આપના સખત પરિશ્રમ ઝીણવટ ચીવટ અને કાળજી વિના આ શક્ય બન્યું ન હોત.
358
298
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા યુવાનોને નવા વર્ષની ખુબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ ધ્યેય પ્રાપ્તિ માટે સક્ષમ બને તેવી ઈશ્વરને પ્રાર્થના.
188
313
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
9 months
ગણેશ ચતુર્થીની શુભકામનાઓ. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છનારા આજથી શ્રી ગણેશ કરી શકે. તૈયારી કરી રહેલા પરીક્ષાર્થીઓ તૈયારીની પદ્ધતિમાં જરૂરી ફેરફાર કરી નવા જોશથી તૈયારીના શ્રી ગણેશ કરી શકે.
309
293
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
1 year
કશુક પાર પાડવા માટે, ધ્યેય હાંસલ કરવા માટે ધૂણી ધખાવીને બેસવું પડે.
168
327
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોક રક્ષક ભરતીના ઉમેદવારો પોતાની જાતને પૂછે કે તેઓ માત્ર નોકરી કે રોજગારી માટે મહેનત કરે છે કે પોલીસ બનીને આમ આદમીની મદદ કરવાની ઈચ્છા તેમને છે. #LRDS #lrdl
387
314
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
1 year
પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવા માંગે છે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવેલ છે. વિગતો ઉપલબ્ધ થયા બાદ તારીખ જાહેર કરવામાં આવશે.
266
384
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
આજે મારા ઘર આગળના રસ્તા ઉપર મેં અને મારા સાથીઓએ 70 થી વધારે વૃક્ષો વાવ્યા. આવતા રવિવારે ફરી વૃક્ષારોપણ કરીશું.
230
226
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
પો.સ.ઇની પરીક્ષા આપનાર ઉમેદવારોને અભિનંદન. એક દિવસ આરામ કરી પાછા પો.સ.ઇ/ લોકરક્ષકની લેખિત પરીક્ષાની તૈયારીમાં લાગી જવું પડશે. #LRDS #lrd_ ભરતી
166
255
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
મારા ટીવી ઈન્ટરવ્યુ જોયા પછી માબાપના મનમાં પોતાની દીકરીને પોલીસ ભરતીમાં ભાગ લેવા દેવા બાબતે શંકા હશે નહી. હજુ પણ કોઈ શંકા હોય તો પણ વિનંતી કરું છું એકવાર અરજી કરી લેવા દો ભવિષ્યમાં આપણે ફર��� વાત કરીશું. મને ખાતરી છે કે દીકરીઓને પોલીસ ભરતીમાં ભાગ લેવા દેવા માટે હું આપને સમજાવી શકીશ
126
340
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
રોજ સવારે ચાલવા જાઉં છું ત્યારે વૃક્ષોની શીતલ છાયાનો મને લાભ મળે છે. ગાંધીનગરમાં જુના મોટા વૃક્ષો કોઇને કોઇ કારણસર ઓછા થતા જાય છે, ખાસ કરીને ચોમાસાની શરૂઆતમાં ભારે પવનમાં વૃક્ષો ધરાશાયી થાય છે. ચાલો, આ ચોમાસામાં વૃક્ષો વાવી ભવિષ્યની પેઢીને આવા જ મોટા વૃક્ષો ની ભેટ આપીએ.
265
367
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
ઉમેદવાર તાણ ન લે, આત્મવિશ્વાસથી હળવાશથી પરીક્ષા આપે. નાપાસ થયેલ ઉમેદવારોની વાતોમાં ન આવે. પોતાનું શ્રેષ્ઠ આપવા પ્રયત્ન કરે. #LRD_ ભરતી #LRDS #LRD
184
263
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
તૈયારી અને આત્મવિશ્વાસ એકબીજાના પૂરક છે. તૈયારી કરવાથી આત્મવિશ્વાસ વધે,પરીક્ષામાં પાસ થવાનો વિશ્વાસ હોય તો તૈયારી કરવાનું સુર ચડે. #LRD_ ભરતી #LRDS
81
256
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
મારા વિશે અને ભરતી પ્રક્રિયા વિષે ભાતભાતના અભિપ્રાય વ્યક્ત કરનારા યુવાનોનો હું ખૂબ આભારી છું કારણકે તેનાથી મને મારાથી જુદો મત ધરાવનારાઓ પ્રત્યે પણ પ્રેમ આદર કેળવવાનો અને તેમના અભિપ્રાયનું સન્માન કરવાનો મહાવરો કરવાની તક મળે છે. તેમના મંગલ માટે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.
392
334
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
બગીચામાં દોડતા યુવક યુવતીઓને જોઈને લાગે છે કે પોલીસ ભરતીની તૈયારીમાં લાગી ગયા છે. વહેલી તૈયારી કરનારને લાભ થશે.
220
349
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
સ્વચ્છ અને પ્રમાણિક ભરતીનું બીજું પગથિયું લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે પો.સ.ઇ ભરતી બોર્ડને અભિનંદન.
150
248
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા તારીખ 10 એપ્રિલના રોજ જ લેવામાં આવશે. ભૂતકાળમાં જ્યારે પણ તારીખમાં ફેરફાર થયેલ છે ત્યારે તરત જ વેબસાઈટ તથા ટીવી ચેનલોના માધ્યમથી ઉમેદવારોને જાણ કરવામાં આવેલ છે. ઉમેદવારો વેબસાઈટ જોતા રહે અને અફવાથી સાવચેત રહે.
110
316
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
પરીક્ષાની તૈયારી વખતે મૂડ અપ ડાઉન થાય તે સ્વાભાવિક છે. તેનો સ્વીકાર કરવો. જ્યારે મૂડ ડાઉન હોય ત્યારે સહેલું કામ અથવા વિષય લેવાથી કામ થશે અને આત્મવિશ્વાસ વધશે. #LRD_ ભરતી #LRD
98
250
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
આજે સવારે 10:00 વાગ્યાથી અત્યાર સુધી કુલ ૪૦ હજાર અરજીઓ સ્વીકારવામાં આવી સર્વરની ઝડપ વધારવા માટે ત્રણ વધુ સર્વર ઉમેરવામાં આવેલ છે. #lrd_ ભરતી
583
330
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
3 years
લોકરક્ષક કુલ અરજી: Male:6,92,190 Female: 2,54,338 Total Confirm: 9,46,528 છેલ્લા દિવસે કુલ 86188 અરજી મળી ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ જેથી ઝડપથી શારીરિક કસોટી શરૂ કરી શકાય.
204
395
5K
@Hasmukhpatelips
Hasmukh Patel
2 years
શ્રી @dineshdasa1 જીની અધ્યક્ષતામાં છ વર્ષમાં, @gpsc એ ગુજરાતને પારદર્શક ભરતી પ્રક્રિયા આપી છે, એટલું જ નહીં, એમણે દેશના તમામ જાહેર સેવા આયોગો માટે અનુકરણીય ધોરણો પણ બનાવ્યા છે. તેમની નિવૃત્તિ પર હું ગુજરાતની જનતા વતી તેમનો આભાર માનું છું. #GPSC
44
364
5K